ગુજરાત સરકારની Vahli Dikri Yojana 2026: દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવશે.

Vahli Dikri Yojana એ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલી એક કલ્યાણકારી યોજના છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા, અને બાળ લગ્ન અટકાવવાનો છે. આ યોજના દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરે છે, તેમનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડે છે, અને સમાજમાં સ્ત્રીઓને સશક્ત બનાવવાનો લક્ષ્ય ધરાવે છે.

Vahli Dikri Yojana ની માહિતી

યોજનાનો હેતુ

  • દીકરીનો જન્મદર વધારવો: આ યોજના દીકરીઓના જન્મનું સ્વાગત કરીને સમાજમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે.
  • શિક્ષણને પ્રોત્સાહન: દીકરીઓને પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડીને તેમને શાળામાં ટકાવી રાખવામાં મદદ કરે છે.
  • સર્વાંગી સશક્તિકરણ: આ યોજના દ્વારા દીકરીઓને શિક્ષણ અને સુરક્ષા આપીને તેમને સમાજમાં સશક્ત બનાવવાનો પ્રયાસ છે.
  • બાળ લગ્ન અટકાવવા: યોજનાનો એક મુખ્ય ઉદ્દેશ બાળ લગ્નોને અટકાવવાનો પણ છે.

Vahli Dikri Yojana ફોર્મ PDF

ફોર્મને ડાઉન્લોડ કરવા માટે અહિયા કલિક કરો. PDF FORM

પાત્રતાના માપદંડો: કોને મળશે આ યોજનાનો લાભ?

આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે:

  • જન્મ તારીખ: આ યોજનાનો લાભ ફક્ત તે દીકરીઓને મળશે જેમનો જન્મ 02/08/2019 ના રોજ અથવા તે પછી થયો હોય.
  • સંતાનની સંખ્યા: દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે. અપવાદરૂપ કિસ્સામાં, જો બીજી કે ત્રીજી પ્રસૂતિ વખતે એકથી વધુ દીકરીઓનો જન્મ થાય અને દીકરીઓની સંખ્યા ત્રણથી વધુ થતી હોય, તો પણ તમામ દીકરીઓને લાભ મળવાપાત્ર રહેશે.
  • લગ્નની ઉંમર: બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, 2006 મુજબ પુખ્ત વયે લગ્ન કરનાર દંપતીની દીકરીઓને જ આ લાભ મળશે.
  • આવક મર્યાદા: માતા-પિતાની (સંયુક્ત) વાર્ષિક આવક ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે ₹2,00,000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.
  • ખાસ કિસ્સાઓ:
    • એકલ માતા/પિતા (સિંગલ પેરેન્ટ): વિધવા, વિધુર, ત્યક્તા, કે છૂટાછેડા થયેલા માતા-પિતાના કિસ્સામાં તેમની એકલ આવક ધ્યાનમાં લેવામાં આવશે.
    • અનાથ દીકરીઓ: માતા-પિતા હયાત ન હોય તેવી દીકરી માટે દાદા-દાદી, કાકા-કાકી, કે ફોઈ જેવા નજીકના સંબંધી વાલી તરીકે અરજી કરી શકે છે. સરકારી માન્યતા પ્રાપ્ત અનાથાલય અથવા સ્વૈચ્છિક સંસ્થા પણ અરજી કરી શકે છે.
    • દત્તક લીધેલ દીકરી: દત્તક લેનાર દંપતીની આવક મર્યાદા ધ્યાનમાં લેવાશે.

મળવાપાત્ર લાભો: નાણાકીય સહાય ક્યારે અને કેટલી?

આ યોજના હેઠળ ત્રણ તબક્કામાં નાણાકીય સહાય આપવામાં આવે છે:

  1. પ્રથમ હપ્તો: જ્યારે દીકરી ધોરણ 1 માં પ્રવેશ કરે ત્યારે ₹4,000/- ની સહાય મળશે.
  2. બીજો હપ્તો: દીકરી ધોરણ 9 માં પ્રવેશ કરે ત્યારે ₹6,000/- ની સહાય મળશે.
  3. આખરી હપ્તો: જ્યારે દીકરી 18 વર્ષની ઉંમર પૂરી કરે, ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ₹1,00,000/- (એક લાખ) ની સહાય મળશે.

નોંધ: 18 વર્ષની ઉંમર પહેલાં જો દીકરીનું મૃત્યુ થાય તો બાકી રહેતી સહાય મળશે નહિ.

વીમા કવચ

જો અરજીમાં દર્શાવેલ મુખ્ય કમાનાર વ્યક્તિ (18 થી 60 વર્ષની વયના)નું નિધન થાય, તો ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા ₹10,000/- નું વીમા કવચ દીકરીને મળશે.

અરજી પ્રક્રિયા: કેવી રીતે અરજી કરવી?

અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરી શકાય છે:

  1. અરજી ફોર્મ: અરજી ફોર્મ ગ્રામ પંચાયત કચેરીના ઈ-ગ્રામ સેન્ટર, તાલુકા મામલતદાર કચેરી, મહિલા અને બાળ અધિકારીની કચેરી, અથવા મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ https://wcd.gujarat.gov.in પરથી મેળવી શકાય છે.
  2. ઓનલાઈન અરજી: તમે www.digitalgujarat.gov.in વેબસાઇટ પરથી પણ ઓનલાઈન અરજી કરી શકો છો.
  3. સમય મર્યાદા: દીકરીના જન્મના એક વર્ષની અંદર અરજી કરવાની રહેશે.

Vahli Dikri Yojanaડોક્યુમેન્ટ

જરૂરી દસ્તાવેજો: અરજી સાથે નીચેના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે:

  • દીકરીનું જન્મ પ્રમાણપત્ર અને આધાર કાર્ડ
  • માતા-પિતાના આધાર કાર્ડ અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુકની નકલ
  • રેશનકાર્ડ
  • નિયત નમૂના મુજબ સ્વ-ઘોષણા

અન્ય મહત્વપૂર્ણ માહિતી

  • નોડલ એજન્સી: યોજનાના નાણાકીય અમલીકરણ માટેની નોડલ એજન્સી ભારતીય જીવન વીમા નિગમ (LIC of India) રહેશે.
  • અપીલ: જો તમારી અરજી નામંજૂર થાય તો તમે નિર્ણયની જાણ થયાના 60 દિવસની અંદર પ્રાદેશિક નાયબ નિયામકની કચેરી (મહિલા કલ્યાણ) માં અપીલ કરી શકો છો.
  • અરજી ફી: ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે ઓનલાઈન અરજી કરવા માટે પ્રતિ અરજી ₹20 ની ફી ચૂકવવાની રહેશે.

યોજના દીકરીઓને શિક્ષણ અને આત્મનિર્ભરતા તરફ એક સકારાત્મક પગલું ભરવા માટે પ્રોત્સાહિત કરે છે, જે સમાજ માટે ખૂબ જ લાભદાયી છે.

Leave a Comment